પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,જીજ્ઞેશ ઉર્ફે જીગો હિરાભાઇ રાઠોડ રહે.મનાભાઇ ચોક,ખેડુતવાસ,ભાવનગરવાળા તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક નાની-મોટી બોટલો/બિયર મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-જીજ્ઞેશ ઉર્ફે જીગો હિરાભાઇ રાઠોડ રહે.મનાભાઇ ચોક, ખેડુતવાસ, ભાવનગર (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ૮ પી.એમ. સ્પેશ્યલ રેર વ્હીસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક ૧૮૦ MLની બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-
2. ગોડફાધર ધ લીજન્ડરી ઓરીજનલ સ્ટ્રોંગ બિયર ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક ૫૦૦ MLના બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-
3. મેકડોવેલ્સ નં.૧ સુપ્રિમ સ્પેશ્યલ વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ગોવા ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક ૭૫૦ MLની બોટલ નંગ-૧૧ કિ.રૂ.૩,૩૦૦/- મળી કુલ રૂ.૩૨,૧૦૦/-નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહેન્દ્દભાઇ ચૌહાણ,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,વનરાજભાઇ ખુમાણ,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજુભાઇ બરબસીયા વગેરે સ્ટાફ ના માણસો જોડાયાં હતાં.