Other

અંબાજી – આબુરોડ માર્ગ પર મયુરદ્વાર પાસે સાઈટ કોન્ટ્રાકટર ની ગાડી એ સર્જ્યો અકસ્માત….

રોંગ સાઇડ થી આવી રહેલ  ગાડી એ એક્ટિવા ચાલક પિતા – પુત્ર ને લીધા અડફેટે…..

સામ સામે ટક્કર થતા પિતા – પૂત્ર ઇજાગ્રસ્ત , પુત્ર ની હાલત ગંભીર…..

બાળક ની સ્થિતિ ગંભીર બનતા હોસ્પિટલ ખાતે ભરતી કરાયો….

અંબાજી – આબુરોડ માર્ગ એ  અકસ્માત માર્ગ તરીકે પ્રખ્યાત બન્યો છે, જ્યાં અવાર નવાર અકસ્માતો સર્જાતા રહે છે.ત્યારે આજ રોજ ફરી એક વાર અંબાજી આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક આબુરોડ થી અંબાજી તરફ આવી રહેલા એક્ટિવા ચાલક પિતા – પુત્ર ને અકસ્માત નડ્યો હતો.

અંબાજી આર.ટી. ઓ ચેક પોસ્ટ થી પહેલા બનેલા મયુર પ્રવેશદ્વાર માં પ્રવેશતા પહેલા શીતળા માતાજી મંદિર અને મયુર પ્રવેશ દ્વાર ની વચ્ચે થી નીકળતા બાયપાસ રોડ ની હાલ કામગીરી ચાલુ છે જ્યાં પર્વત વિસ્તાર ને ખોદી ને માર્ગ નીકળવાનો છે ત્યાં ચાલતી સાઈટ પર કામગીરી કરતા કોન્ટ્રાકટર ના વાહને અંબાજી – આબુરોડ ચેક પોસ્ટ નજીક ઢાળ વિસ્તાર માં રોંગ સાઈડ ગાડી ચલાવી સામે થી આવતા એક્ટિવા ચાલક પિતા – પુત્ર ને ટક્કર મારી દેતાં પિતા – પુત્ર રોડ પર જ પટકાયા હતા જેને લીધે બન્ને વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં એક્ટિવા ચાલક વ્યક્તિ ની પાછળ બેસેલા પુત્ર ની હાલત ગંભીર બનતા તાત્કાલિક ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ ખાતે ભરતી કરાયા હતા.

બાય પાસ રોડ ની કામગીરી કરતા કોન્ટ્રાકટર ના વાહનચાલકે ગફલતભરી રીતે રોંગ સાઇડે ગાડી ચલાવી ને મારેલ ટક્કર ને લીધે બન્ને વ્યક્તિઓ ઇજગ્રસ્ત બન્યા છે ત્યારે કોન્ટ્રાકટર સામે શું પગલા લેવાશે તે જોવું રહ્યું …..

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *