શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે.
અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર શિવ મંદિર આવેલ છે. અહીથી પ્રાચીન સરસ્વતી નદી નીકળે છે. આજે શ્રાવણી સોમવાર અને જન્માષ્ટમી નો પર્વ હોઈ કોટેશ્વર ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા અને આજે મેળાનું આયોજન આદિવાસી સમાજ અને કોટેશ્વર ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી નજીક કોટેશ્વર શિવ મંદિર અતિ પૌરાણિક અને પ્રાચીન આવેલ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના આ મંદિર ખાતે શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને શિવભક્તિ કરે છે અને શિવજીને બીલીપત્ર દૂધ અને પ્રસાદ નો ભોગ પણ ધરાવતા હોય છે
ત્યારે શ્રાવણના સોમવાર ખાતે આજે કોટેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. કોટેશ્વર મહાદેવ ખાતે મારવાડી શ્રાવણ કરતા ગુજરાતી શ્રાવણમાં વધુ ભક્તો દર્શન કરવા આવતા હોય છે,
ત્યારે આજે અહીં મેળાનો માહોલ જોવા મળ્યો હતો. મંદિરને સુંદર રંગબેરંગી ફૂલો અને લાઇટિંગ થી શણગારવામાં આવ્યું હતું. કોટેશ્વર ખાતે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો બમ બોલે બમ બોલે નો નાદ કરતાં પણ જોવા મળ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી