ગુજરાતનો સૌથી પછાત જીલ્લો બનાસકાંઠા જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલો છે આ જિલ્લામાં કુલ 14 તાલુકાઓ આવેલા છે, જેમાં દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને આદિવાસી સમાજની બહુમતી ધરાવતો તાલુકો છે.
આ વિસ્તારમાં મોટી ભાગે ગરીબ અને ખેતી કરતા આદિવાસી સમાજ ની સંખ્યા વધારે જોવા મળે છે.દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવે છે. દાંતા તાલુકામાં દર્દીઓના આશીર્વાદ સમાન ગણાતી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આયુષ્યમાન કાર્ડ હેઠળ હાડકાના ઓપરેશન ,સર્જરીના ઓપરેશન અને સ્ત્રી રોગના ગાયનેક ,આંખના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવે છે.
આજ રોજ તારીખ 28 ઓગસ્ટના રોજ અત્રેની હોસ્પિટલ ખાતે દર્દી કાળીબેન બેગડાયા ઉમર વર્ષ 56 રહેવાસી બેગડીયા વાસ હડાદનાઓને ચોમાસા માં પગ લપસી જવાના કારણે જમણા પગનો ગોળો તૂટી ગયેલ હોવાથી તેઓ ચાલી સકતા ન હતા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા અંદાજિત ખર્ચો 80 હજાર તથા દવાના આશરે 90 હજાર જેટલી રકમનો ખર્ચો થશે તેમ દર્દીને જણવાવમાં આવ્યું હતું.
દર્દીની આર્થિક પરિસ્થીતિને જોતા, તેઓ ત્યાર બાદ તેઓ અંબાજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તેઓના ઓનું આયુષ્યમાન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન ઓર્થોપેડિક ડોક્ટર નેહાલ બારોટ અને તેમની ટીમ ડોક્ટર રવિન્દ્ર પટેલ અને નર્સિંગ સ્ટાફ ઉમેશ સોલંકી અને પ્રિયંકા બૂમ્બડીયા તેમજ ઓટી સ્ટાફ રાજુ સોલંકી અને વિપુલ દ્વારા તેમનો સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું
આ ઓપરેશન માં એનેસ્થેસિયા ની કામગીરી હોસ્પિટલ ના અધિક્ષક ડો.યજુવેન્દ્ર મકવાણા દ્વારા કરવામાં આવી હતી,તેના સિવાય આયુષ્માન કાર્ડ હેઠળ આજે બીજા 2 દર્દી ના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા અને 2 દિવસમાં હાડકાના 5 જેટલા મોટા ઓપરેશન અત્રે ની સરકારી હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા જેનાથી દર્દીઓએ પણ હોસ્પિટલની કામગીરી બિરદાવી હતી અને સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી