આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દાંતા તાલુકામાં આવેલી જરૂરિયાત અને ટ્રાઇબલ વાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે અહીં તારીખ 12/9/24 થી 18/9/24 ના સમયગાળા દરમિયાન ભાદરવી પૂનમનો મહા મેળો યોજાનાર છે તે માટે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની ઇમરજાન્સી આપવાની થાય તો તે માટે હોસ્પિટલ ખાતે ફિઝિશિયન ગાયનેક ઓર્થોપેડિક, બાળ રોગ નિષ્ણાંત,સર્જરી,એનેસ્થેસિયાતેમજ અન્ય મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ એમ્બ્યુલન્સ, શબ વાહિની તેમ જ જરૂરી દવાઓનું જથ્થો ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેથી ઇમર્જન્સી દર્દીને ઉત્તમ અને ગુણવત્તા સફર સારવાર પૂરી પાડી શકાય.
આજ રોજ તારીખ 10/09/2024 ના રોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને જી.સી.એસ હોસ્પિટલ અમદાવાદ સંયુક્ત ઉપક્રમે એક મેડિક કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ છેલ્લા એકાદ વર્ષથી દર મહિનાના બીજા મંગળવારે યોજવામાં આવે છે
આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ દર્દીઓને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઘર આંગણે સેવા મળી રહે અને તેમનું ઓકે એક્સ ડીચર નહિવત થાય તે હેતુ છે જેમાં આજે કિડની રોગ, હૃદયના રોગ,ઇ એનટી,ચામડી ના રોગ, અને હાડકાના રોગ, ના નિષ્ણાંતો દ્વારા આશરે 100 થી વધુ દર્દીઓને તપાસી અને સારવાર કરવામાં આવી હતી
દર્દીઓ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અને સ્ટાફનો આભાર માન્યો હતો અને આ કેમ્પ ને સફળ બનાવવામાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.વાય.કે મકવાણા અને ડોક્ટર પિયુષ મોદી અને સ્ટાફ નર્સ ,ફાર્માસિસ્ટ ,લેબોરેટરી ટેકનીશીયન અને વર્ગ ત્રણ અને વર્ગ-૪ ના કર્મચારીઓએ પોતાના જવાબદારી અને સેવાના હેતુથી કેમ્પને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું દર્દીઓએ પણ હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલના સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી