મહેસાણા, સંજીવ રાજપૂત આજથી અંબાજી ખાતે માં અંબા નો ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકો માં અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચુક્યા છે. અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે અને ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે.
આ સમયમાં ગાંધીનગર થી આગળ વસઈ ખાતે આવેલ એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. એસીબીના કર્મીઓએ અંબાજી હતા શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું. તો બીજી તરફ પગપાળા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલ આ પોસ્ટર કેમ્પઈએનની સરાહના કરવામાં આવી હતી. આ પોસ્ટરમાં ભ્રષ્ટાચાર નાબૂદીમાં એક જાગૃત નાગરિક શું કરી શકે તેની માહિતી આપવામાં આવી છે.
સમાજમાંથી લાંચરૂશ્વતની બદીનો જળ મૂળથી નાશ કરવા એસીબી સતત કાર્યશીલ છે. જેમાં જાહેર સેવક તમારી પાસે ગેરકાયદેસર રકમની માંગણી કરે. કોઈ જાહેર સેવકે અપ્રમાણ સર મિલકતો વસાવેલ હોય, સંવેદનશીલ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલતો હોય કે સરકારી સંપત્તિનો દુર્વિનિયોગ થતો હોય કે કે જાહેર સેવક દ્વારા દૂર ઉપયોગ થતો હોય ત્યારે ટોલ ફ્રી નંબર 10 64 ઉપર સંપર્ક કરી માહિતી આપી શકો છો. એક જાગૃત નાગરિક તરીકે ભ્રષ્ટાચારને રોકવો એ આપણી નૈતિક ફરજ છે