અંબાજી, સંજીવ રાજપૂત: અરવલ્લી ની ગિરિમાળાઓમાં જગતજનની અંબા નો મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે આ ભાદરવી મહા કુંભમાં લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે.
માઇ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તો ની સેવા પૂરી પાડી રહ્યા છે.
આ સેવા કૅમ્પો મા જમવા, ચા , નાસ્તો , પાણી , આરોગ્ય સહિત ની અનેકો સેવાઓ ભક્તો માટે ઉભી કરવા મા આવી છે. લાખો ની સંખ્યા મા આવતા માઇભકતો જે દૂર દૂર થી પગપાળા અને સંઘો લઈને આવે છે તે આ સેવાઓ નો લાભ લઇ રહ્યા છે.
આ સેવા કૅમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત ખમણિયા કેમ્પ જે છેલ્લા 35 વર્ષ થી અવિરત રૂપે પોતાની સેવા માઇભકતો માટે પૂરી પાડી રહ્યું છે.
ખમણિયા કેમ્પ ની વાત કરવા મા આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામા ભક્તો તો ઠીક પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લે છે.
ખમણિયા કેમ્પ મા ખમણ, કઢી, ચા, નાસ્તો, મેડિકલ દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવી છે.
અમદાવાદ મણિનગર વિસ્તારના જય અંબે મંડળના 200 જેટલા સંયમ સેવકો આ ખમણિયા કેમ્પ મા 24 કલાક 7 દિવસ માટે માઇભકતો ની સેવા કરે છે.
એકજ કવોલિટી થી ખમણ અને કઢી ભક્તો ને આપી રહ્યા છે. અનેકો સુવિધાઓ સાથે સજજ આ ખમણિયા કેમ્પ નો લાભ લઈ ભક્તોએ પણ આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.