અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે મહાકુંભનો ત્રીજો દિવસ છે. ત્યારે અંબાજી મંદિર ખાતે ભક્તો નો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજી આવતા જ મંદિર સુધી જવાના પ્રવેશ દ્વાર પર જ સંઘ અને ભક્તો ભેગા થાય છે ત્યારે પોલીસનું કામ અગત્યનું થઈ જાય છે આવા સમયમાં પોલીસ દ્વારા સુંદર નિયમન કરવામાં આવી રહ્યું છે.
અંબાજી આવતા તમામ માર્ગો પર માઇભકતો નો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યા માં ભક્તો હાથો મા ધજાઓ, ત્રિશૂળ, સંઘો લઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ પગપાળા સહિત સંઘો લઈને ભક્તો મોટી સંખ્યા માં ઉમટ્યાં છે.
ભક્તોને અનેકો સુવિધાઓ સહિત મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શન ને લઇ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શન પથ થી લઈને મંદિર સુધી અલગ અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં પોલીસ અગત્યનો ભાગ ભજવી રહી છે. પ્રવેશ દ્વાર પર જ ભક્તોનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. પોલીસ દ્વારા પગપાળા આવતા ભક્તો માટે દર્શન ને લઇ સ્ત્રી અને પુરુષ ની અલગ વ્યવસ્થા કરાઇ છે ત્યાં મોકલવામાં આવે છે..
તો સંઘો લઈને આવતા ભક્તો માટે અલગ લાઈન ઉભી કરાઈ છે. તમામ પ્રકારની સુવિધાઓ ને લઇ ભક્તોએ મંદિર ટ્રસ્ટ ની અને પોલીસની વ્યવસ્થાઓને સરાહી રહ્યા છે. તો સાથે સાથે મેળા મા સુરક્ષા અને વ્યવસ્થા ને લઈ ગુજરાત પોલીસ ખડે પગે ઉભી રહેતા જોવા મળી રહી છે. સવારે ચાર વાગ્યાથી મંદિર બંધ થાય અને શરૂ થાય ત્યાં સુધી પોલીસ અને તંત્ર ખડેપગે રહી આખું નિયમન અને સંચાલન કરી રહ્યા છે.