શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબા નુ મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના શરણે આવી માતાજીનું આશીર્વાદ મેળવે છે. માં અંબાના ધામે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીને ધજા ચડાવવા અને આશીર્વાદ લેવા આવે છે.
ત્યારે આજે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના લોકો મોટી સંખ્યામાં માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો.
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા ગુજરાત સરકારને પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે જમીનની માંગણી કરી હતી. ત્યારે અમદાવાદના અડાલજ ખાતે સરકાર દ્વારા તેમને જમીન ફાળવતા તેમની મનોકામના પૂર્ણ થઈ હતી અને માતાજીને માંગેલી આ માનતા ને લઈ આજ રોજ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના લોકો મોટી સંખ્યામાં અંબાજી ધામ પહોંચ્યા હતા.
મોટી સંખ્યા માં પ્રજાપતિ સમાજના લોકો વજતા ગાતા ઢોલ નગારા સાથે માતાજીની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા અને માં જગતજનની અંબા નો આશીર્વાદ લઇ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી હતી. માતાજીથી માંગેલી માનતા પૂર્ણ થતા આજે માતાજીના આશીર્વાદ લઇ માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી સહિત દેશના વડાપ્રધાન ને ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા પોતાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે જમીનની માંગણી કરી હતી તે પૂર્ણ થતા આજરોજ પ્રજાપતિ સમાજ દ્વારા અંબાજી મંદિર ખાતે માનતા પૂર્ણ કરવા આવ્યા હતા. અને ભવિષ્યમાં પ્રજાપતિ સમાજનો ભવ્ય યુનિવર્સિટી બને તે માટે માતાજીથી આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી