પાલીતાણામાં વડીયા થી જમણવાવ રોડ પર મોટરસાયકલ નો અકસ્માત સર્જાયો હતો અને જેની જાણ બપોરના 12:00 કલાકે 108 ને કરવામાં આવી હતી અને 108 ની ટીમને જાણ થતા ફરજ પરના કર્મચારીઓ ગણતરીની મિનીટોમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર મોટરસાયકલ ના અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આવી જાગ્રસ્ત લોકોની સાથે તેમના કોઈ સગા સંબંધી ન હતા
અને તેઓને હાલત ખૂબ જ ગંભીર હતી જેના કારણે પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
અને હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત લોકો પાસેથી અંદાજિત 1 લાખ રૂપિયા જેવો માલ સામાન અને રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા જે 108 ની ટીમ ના કર્મચારી દ્વારા તેમના સગા ને હોસ્પિટલ બોલાવીને સુપ્રત કરવામાં આવ્યા હતા
દર્દી પાસેથી જે માલ સામાન અને રોકડ રકમની મળી આવી તેની વિગત નીચે મુજબ છે 40,000 રૂપિયા રોકડા, મોબાઈલ જેની કિંમત અંદાજિત કિંમત 60000, 5 આધારકાર્ડ, 3 ચૂંટણી કાર્ડ, 2 ATM કાર્ડ, જેન્ટસ વોલેટ, 2 પાનકાર્ડ આ તમામ વસ્તુઓ સદવિચાર હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે રહીને તેમના સગા ભાઈ, શાંતિભાઈ વાઘેલા ને રૂબરૂમાં સુપ્રત કરવામાં આવી હતી
આટલી સરસ કામગીરી બદલ દર્દીના સગા શાંતિભાઈએ 108 ની સરાહયની કામગીરીને બિરદવી અને બધી વસ્તુ સુપ્રત મળી તે બદલ પાલીતાણા 108 સેવાના કર્મચારીઓ તેમજ EMT હરેશ ભાઈ તથા પાયલોટ દિલુભાનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા