ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકા ની ઘોરબેદરકારી ના કારણે ગટર ની સમસ્યાઓ થી વોર્ડ નંબર 3 ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર ત્રણ માં છેલ્લા ઘણા સમય થી ઉભરાતી ગટર ના પ્રશ્ન લોકોને માથાના દુખાવા સમાન બન્યો છે
આ વિસ્તાર ના લોકો અનેકવાર રજૂઆત કરી ને થાકી ગયા છે પંરતુ ભ્રષ્ટ નેતાઓ અને નગરપાલિકા ના બાબુઓ લોકોની રજુઆત ને ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે ખુલ્લી ગટરોના પાણીના કારણે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે અને મચ્છરોનો ઉપદ્રવ વધાતા નાના નાના ભૂલકાઓનું આરોગ્ય પણ ખતરામાં છે પરંતુ પાલીતાણા નગરપાલિકાનું પેટ નું પાણી પણ નથી હલતુ
પાલીતાણાને પવિત્ર તીર્થનગરી ની ઉપ માં આપવામાં આવી છે પરંતુ અહીંયા સ્વચ્છતા ના લીરેલીરા ઉડી રહિયા છે વોર્ડ નંબર ત્રણ મા છેલ્લા 5 વર્ષ થી ઉભરાતી ગટર ની સમસ્યાઓ ના કારણે આ વિસ્તાર ના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
આ વિસ્તારમાંથી પસાર થવું એટલે ગટર ગંગા ની દુર્ગધન લઈ પસાર થવું પડી રહ્યું છે અહીંયા નગરપાલિકા ની બેદરકારી ની વાત કરીએ તો ગટર લાઇન નાખી પરંતુ જોડાણ કરવા નું જ નગર પાલિકા ભૂલી ગઈ અને ઓછામાં પૂરું આજ રોડ પર પેવર બ્લોક નાખી અને બુધ્ધિ નું પ્રદર્શન કરવાં આવ્યું
જેને કારણે આ વિસ્તારના હજારો ની સંખ્યામાં રહેતા રહીશો ને હાલ ઘરે ઘરે માંદગી ના ખટલા જોવા મળી રહિયા છે પરંતુ નિર્ભર નગરપાલિકા તંત્ર ના પેટ નું પાણી નથી હલતું તાકીદે આ સમસ્યાનું ઉકેલ આવે તેવી માંગ આ વિસ્તારના રહીશો કરી રહિયા છે
પાલીતાણા નગરપાલિકા પાસે એક પણ એવું વાહન નથી કે જે ઉભરતી ગટર ની સમસ્યા નો ઉકેલ લાવી શકે જેને કારણે લોકો ને તેના સ્વાસ્થ્ય પર મોટી અસર પડી રહી છે નગરપાલિકા ની કચેરી માં વોર્ડ નંબર ત્રણ ના સ્થાનિકો રજૂઆત કરી ને થાકી ગયા પરંતુ ઉભરાતી ગટર ની સમસ્યાઓ નું કોઈ ઉકેલ લાવી શકાયો નથી
નેતા ને જાને મત લઈ ને રામ રાજ્ય પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે ત્યારે આ ઉભરાતી ગટર ની સમસ્યાઓ થી લોકો ને ક્યારે મુક્તિ મલેશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે
જોકે આ અંગે નગરપાલિકા ના જવાબદાર અધિકારી અને પદાઅધિકરી ઓ નો સમ્પર્ક કરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો તો નગરપાલિકા માં કોઈ જવાબદાર આધિકારી કે પદાઅધિકરી નહોતા દેખાયા ત્યારે અહિયાં સવાલ એ થાય છે કે રામ રાજ્ય ને પ્રજા સુખી જેવો ઘાટ છે
તેવામાં કોણ સાંભળશે લોકો ની આ વેદના હાલ ખુલ્લી ઘટર ના દુર્ગંધ યુક્ત પાણી થી લોકો ના ઘરે ઘરે માંદગી ના ખટલા છે ક્યારે આ સમસ્યા નું નિવાકરણ આવશે તે એક પ્રશ્ન છે