મણાર ગામે ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકશાળા ખાતે વાલી મીટીંગ”નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુલાબરાય સંઘવી બી.એડ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.મનહરભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા
સૌ પ્રથમ આવેલા તમામ વાલીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી પોતાના બાળકોની પ્રથમ સત્રાંત પરીક્ષાની અને એકમ કસોટીની ઉત્તરવહીઓ જોઈ અને દરેક વર્ગ શિક્ષક અને વિષય શિક્ષકને મળી પોતાના બાળકોના અભ્યાસ અંગેની પ્રગતિની માહિતી મેળવી તેમજ જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ કે જેમના માર્ક્સ ઓછા હતા તેમને ઉપચારાત્મક પદ્ધતિ દ્વારા પરીક્ષામાં કેવી રીતે માર્ક્સ વધુ લાવી શકાય અંગેનું માર્ગદર્શન વિષય શિક્ષકો દ્વારા આપવામાં આવ્યુ
ત્યારબાદ સભા મંડપમાં વાર્તાલાપ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બધા એકત્રિત થયા કાર્યક્રમની શરૂઆતમાં સંગીત વૃંદે સરસ મજાની પ્રાર્થના રજૂ કરી ત્યાર બાદ દીપ પ્રાગટ્ય સંસ્થાના પીઢ કાર્યકર અને ભીષ્મ પિતામહ સમાન પૂજ્ય પ્રવીણ દાદા,નિયામક સુરસંગભાઈ ચૌહાણ આમંત્રિત મહેમાન ડો.મનહરભાઈ ઠાકર અને સંસ્થાના આચાર્ય ડાહ્યાભાઈ ડાંગરના હસ્તે થયુ
ત્યારબાદ ગયા વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં તેમજ 9 અને 11ની શાળાકીય પરીક્ષામાં દરેક ધોરણમાં પ્રથમ આવેલ એક થી ત્રણ નંબર તથા સમગ્ર વર્ષ દરમિયાનની શાળાકીય અને બાહ્ય પ્રવૃત્તિમાં સારુ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર સર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ઉપસ્થિત મહાનુભવો અને શિક્ષકોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા
ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડાયાભાઈ ડાંગરે સમગ્ર સંસ્થાની અને સંસ્થાકીય પ્રવૃત્તિઓ અંગે ઉપસ્થિત વાલીઓને માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે અમુક બાબતો અંગે વાલીઓનું ધ્યાન દોર્યું ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા એવા ડોક્ટર મનહરભાઈ ઠાકરે પોતાની આગવી શૈલીમાં આ સંસ્થાના આદ્ય સ્થાપક એવા નાના દાદા અંગેની તેમજ ગ્રામાભી મુખ કેળવણી”અને આ લોકશાળા મણારના ઇતિહાસ અંગેની રસપ્રદ વાતો રજૂ કરીને ઉપસ્થિત સમગ્ર શ્રોતા ગણને મંત્રમુગ્ધ કરી દીધા
ત્યારબાદ સંસ્થાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ હેલ્લારો પિરામિડ તેમજ ટિપ્પણી રાસ રજૂ કર્યો કાર્યક્રમના અંતે સંસ્થાના વરિષ્ઠ શિક્ષક પ્રવીણભાઈ ડોડીયા એ આભાર વિધિ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ ગુજરીયા એ કર્યું હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા