દેશ વિદેશમાં અનેકો એવા લોકો અને સેવા આવી સંસ્થાઓ છે જે ગરીબ અસહાય લોકો માટે સેવાની કામગીરી કરે છે. સેવા ભાભી લોગો અને સેવાભાવી સંસ્થાઓ એનજીઓ દ્વારા જરૂર લોગો ની સાથે સાથે અબોલ પશુ પક્ષીઓ માટે પણ અનેકો સેવાકીય કામગીરી કરે છે.
યાત્રાધામ અંબાજીમાં પણ અનેકો એવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો છે જે જરૂરત મંદ લોકો ગરીબ વર્ગના લોકો અને અબોલ પશુ પક્ષીઓ માટે સેવાની કામગીરી કરે છે. આ સેવાકીય કામગીરીમાં અંબાજીનું એક ગ્રુપ જે સદા મોજમાં રહેવું ગ્રુપ છે તેના થકી અનેક સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.
યાત્રાધામ અંબાજી ખાતે સદા મોજમાં રહેવું ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરત મંદ લોકો માટે અને શાળાએ જાતા નાના નાના બાળકો માટે પણ નોટબુક સ્વેટર ટોપી સ્કુલ બેગ નું વિતરણ સહિત અને કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં માતાજીનો પ્રાગટ્ય દિવસ આવનાર છે અને ઉતરાયણ નો પર્વ આવી રહ્યો છે
ત્યારે સદા મોજમાં રહેવુ ગ્રુપ દ્વારા અબોલ અશોક પક્ષીઓ માટે કુંડા મુકવામાં આવી રહ્યા છે. અંબાજીની સોસાયટીઓ ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર પશુ પક્ષીઓ માટે પાણી અને ભોજન માટે કુંડાઓ રાખવામાં આવી રહ્યા છે. અંબાજીના સોસાયટીઓ અને ગલી મોહલ્લા માં કુંડાઓ રાખતા લોકોએ આ પ્રકારની સેવાકીય કામગીરી ને બિદરાવી હતી અને સદા મોજમાં રહેવું ગ્રુપ ને અમિતદંદન પાઠવ્યા હતા.