જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા આયોજિત બેટી બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત પોક્સો એકટ વિશે સરકારી માધ્યમિક શાળા ઊંચા કોટડા તાલુકો મહુવા જીલ્લો ભાવનગર ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં શાળાના આચાર્યશ્રી દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી તેમજ સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ઈન ફાઇનાશીયલ લિટરેસી ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ડી.પી.ઓ.શ્રી દ્વારા સખીવન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, 181 નારી કેન્દ્ર વિશે માહિતી આપેલ હતી તેમજ સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સ ઇન લીટેસી દ્વારા વ્હાલી દિકરી યોજના, વિધવા સહાય યોજનાની માહિતી આપેલ હતી. પોક્સો એકટ અને સાઇબર સેફટી વિશે સમજ આપી પોક્સો એક્ટ અંગેની વિડીયો કલીપ બતાવવામાં આવેલ હતી.