એબીએનએસ દેવભૂમિ દ્વારકા: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે. ત્યારે ખંભાળિયા સર્કિટ હાઉસ ખાતે રાજ્યપાલશ્રીનું આગમન થતા મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
તેમના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર એ .બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ આજે ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે ખેડૂતો તથા ગ્રામીણો સાથે સંવાદ કરશે.