એબીએનએસ – દેવભૂમિ દ્વારકા : ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બીચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, પોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ સહિત ૧૪ દેશના અને ૨ રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સુંદર આયોજન શિવરાજપુર બીચના આંગણે થયું છે.
ઉતરાયણ પર્વ નિમિતે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ.
આ પ્રસંગે દેશ વિદેશના પતંગબાજો, ગ્રામજનો, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડે. કમાન્ડન્ટ, દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નસિત, ધનાભા જડિયા, અશોકભાઈ સિમાણી, રાજેન્દ્ર પરમાર, ગુજરાત ટુરિઝમના અશોકભાઈ, નીરવભાઈ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.