શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું જગવિખ્યાત યાત્રાધામ છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, ત્યારે અંબાજી ખાતે પોષી પૂનમનું અનેરૂ મહત્વ છે.
અંબાજી મંદિર ખાતે પોષ સુદ પૂર્ણિમાના દિવસે અને એક દિવસ અગાઉ અલગ અલગ શાળાઓના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા યોજવામાં આવતા હોય છે.
અંબાજીની ખાનગી શાળા અને સરકારી શાળા ના બાળકો બે દિવસ દરમિયાન સુંદર કાર્યક્રમ રજૂ કરતા હોય છે.
અંબાજી ખાતે આવેલી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ ખુબજ સરસ પ્રિ સ્કૂલ તરીકે ઓળખાય છે. આ શાળામાં બાળકોને સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે અને ભણાવવામાં આવે છે,
ત્યારે પોષી પૂનમના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના નાના-નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. આ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદા કૌશિકભાઈ મોદી અને શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી