શક્તિપીઠ અંબાજી ખાતે રાજેન્દ્ર નગર ખાતે રહેતા કમલેશ જોષી ના દીકરા તનીશ જોષી હાલમાં ગુજરાત બહાર જીમ્નાસ્ટીકની તૈયારીઓ કરી રહ્યા છે અને દિવસ રાત મહેનત કરી દરેક કસોટી મા પાર પડી ઘણા બધા એવોર્ડ જીતીને અંબાજી અને તેમના પરીવારનું નામ રોશન કરેલ છે,
અત્યાર સુધી તનીશ જોષી જીમ્નાસ્ટીક મા આગ્રા થી લઈને દેશના અલગ અલગ રાજ્યોમાં તનીશ જોષી પ્રેક્ટીસ અને મેચ રમીને સુંદર પ્રદર્શન કરેલ છે,
ત્યારે તાજેતરમાં સુરત ખાતે 25 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી ઓલ એજ ગ્રુપ નેશનલ ચેમ્પિયન્શીપ 2024-25 નું આયોજન સુરતની અઠવા લાઇન્સ ખાતે આવેલા પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડીયમ ખાતે આયોજન થયું હતું.
તનીશ જોષી હાલમાં બિહારની ટીમ વતી સુરત ખાતે 2 જાન્યુઆરીના રોજ પરફોર્મ કર્યું હતું.વલટીંગ ટેબલ ગેમ મા કુલ 6 ખેલાડીઓ હતા જેમા તનીશ જોષી અને 5 ખેલાડીઓએ સુંદર પરફોર્મ કરી આખા દેશમાં તેમની ટીમ 5 મા નંબર પર આવી હતી.
સુરત ખાતે આખા દેશની 30 કરતા વધુ ટીમો ભાગ લેવા આવ્યા હતા, જેમા બિહારની ટીમે આખા દેશમાં 5 મો નંબર લાવીને સર્ટિફિકેટ જીત્યા હતા.
આ મેચ મા અર્જુન પુરુસ્કાર વાળા આશિષ સિંહ પણ ભાગ લીધો હતો અને દ્રોણાચાર્ય એવોર્ડ વાળા ખેલાડીઓ પણ ભાગ લીધો હતો. લલિત સર પણ સાથે રહ્યા હતા અને બધા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું સાથે કમલેશ જોશી પણ સુરત ખાતે ગયા હતા.
રીપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી