ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ દિલ્હી વિઘાનસભાના પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવ્યા છે.
વિઘાનસભાના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની જનતાએ સ્પષ્ટ બહુમત આપ્યું છે તે બદલ ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કાર્યકર્તાઓએ વિજ્યોત્સવ કર્યો તેમજ પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ તેમજ રાજય સરકારના મંત્રી રૂષીકેશભાઇ પટેલએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સહ પ્રવકતા ડો.શ્રદ્ધાબેન રાજપુત,પ્રદેશ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ, રાજકોટ જીલ્લાના પ્રભારી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીમાં ભાજપને પ્રંચડ જીત મળતા પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,આજે દિલ્હી વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 45 થી વઘુ બેઠક પર વિજય દેખાઇ રહ્યો છે. આજના પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીની જનતા આપદા માથી મુક્ત થઇ છે. દિલ્હીની વિઘાનસભાની ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી સહિતના આગેવાનોના નેતૃત્વમાં પ્રંચડ જીત મેળવવામાં સફળતા મળી છે.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આજે વિકસીત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે તે દિલ્હીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. દિલ્હીમાં નકારાત્મક અને જુઠ્ઠાણાની રાજનીતીનો અંત દિલ્હીની જનતાએ કર્યો છે. આવનાર સમયમાં દિલ્હીમાં ભાજપની સરકાર જનતાને તમામ સુખાકારી કાર્યો મળે તે માટે કટીબદ્ધ રહેશે. દિલ્હીમા આમ આદમી પાર્ટીએ તેમના સાશનમાં વિકાસના કાર્યોને અટકાવ્યા હતા તે તમામ આપદામાથી હવે મુક્તી મળશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં હવે દિલ્હી પણ વિકાસના નવા આયામો સિદ્ધ કરશે તેવો વિશ્વાસ છે.
રાજય સરકારના મંત્રી રૂષીકેશભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દિલ્હીની જનતાએ આજે જુઠ્ઠાણાની રાજનીતીને નકારી છે અને વિકાસની રાજનીતી ને સ્વીકારી. દિલ્હીની જનતાને આપ પાર્ટીના સાશનમાં વિકાસના કોઇ ફળ ચાખવા મળ્યા નોહતા. આમ આદમી પાર્ટી નકારાત્મક રાજનીતી કરી જનતાને ભ્રમમાં રાખી દસ વર્ષ સાશન કર્યુ હતું તેને જાકારો આપ્યો છે. દિલ્હીમાં પણ હવે ડબલ એન્જિનની સરકાર વિકાસના નવા આયામો અમલમાં લાવશે.
દિલ્હીમાં અન્ય રાજયોના વસતા લોકોએ ભાજપ સરકારનું સાશન જોયુ છે તેને ધ્યાને રાખી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવ્યા છે. દિલ્હીમાં સબકા સાથ,સબકા વિકાસની રાજનીતીનો ઉદય આજથી થયો છે.