અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ ત્રિ દિવસીય મહોત્સવનો ધામધૂમ પૂર્વક આરંભ થયો છે વહેલી સવારથી જ માઇભકતો ગબ્બર પરિક્રમા માટે ઉમટી પડ્યા હતા.
આ અવસરે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર શ્રી જલિયાણ સેવા કેમ્પ દ્વારા માઇભકતો નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા ગબ્બર પરિક્રમા પથ કરવામાં આવી હતી.
સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે વહેલી સવારથી જ લોકોએ ગબ્બર ની પરિક્રમા શરૂ કરી દીધી હતી તેઓમાં પરિક્રમાનો અનેરો આનંદ જોવા મળતો હતો દર વર્ષે જય જલીયાણ સેવા કેમ્પ દ્વારા દાંતા ખાતે અંબાજી પદયાત્રા દરમ્યાન કેમ્પ યોજવામાં આવે છે તેમાં લાખો લોકો ભોજન ગ્રહણ કરે છે આ ગબ્બર પરિક્રમા યાત્રામાં પણ અમોને સેવાનો લાભ મળ્યો છે માઇભકતો અમારા કૅમ્પમાં વિસામો કરે છે અને જય અંબે ના નાદ સાથે પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે. સવારથી જ માઈ ભક્તોનો પ્રવાહ 51 શક્તિપીઠ ની પરિક્રમા માટે શરૂ થયો છે