ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતની ચાર દિવસની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગાંધીનગરથી વિદાય લીધી હતી. સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનથી રાષ્ટ્રપતિજીને ભાવભીની વિદાય આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સ્મૃતિભેટ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મહોદયાએ પણ સામે સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 27મી ફેબ્રુઆરીએ એન.આઇ.ડી.ના દીક્ષાંત સમારોહમાં અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા અમદાવાદ અને ગાંધીનગર પધાર્યા હતા. રાજભવનમાં રાત્રિ રોકાણ પછી આજે તેઓ રણોત્સવમાં ભાગ લેવા કચ્છ જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ મહોદયા આજે સાંજે કચ્છથી દિલ્હી જશે.