પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા જિલ્લાનાં થાણા અધિકારી શ્રીઓને ઇંગ્લીશ દારૂ, મિલ્કત સંબંધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, ભાવનગર નાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓએ નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ હોય. જેથી પાસા વોરંટની બજવણી કરી નીચે મુજબના ઇસમની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ.
પકડાયેલ આરોપી રાજુભાઇ ઉર્ફે લાલો ધીરૂભાઇ વેગડ ઉ.વ.૩૩ રહે.હાલ-પ્લોટ નં.૦૧, બાપા સીતારામ સોસાયટી, હનુમાન વાડી, ખારસી,ભાવનગર મુળ-પ્લોટ નં.૨૯, પારૂલ સોસાયટી, મેરુબાગની પાછળ, ઘોઘા રોડ, ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પો.ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા, હિતેશભાઇ મકવાણા, રાજેન્દ્દસિંહ સરવૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, રવિરાજસિંહ ગોહિલ જોડાયાં હતાં.