રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા ખોડીયાર ઉત્સવ ૨૦૨૫ કાર્યક્રમ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપરા ખોડીયાર મંદિર, જિ.ભાવનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે પ્રાસંગિક ઉદ્બોધન નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી. ગોવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ કલાર્પણ ડાન્સ એકેડમી દ્વારા માતાજીની દેવીસ્તુતિ, કલાપથ સંસ્થા દ્વારા મિશ્ર રાસ, ચામુંડા મેર બોખીરા રાસ મંડળ દ્વારા ઢાલ તલવાર રાસ, નિર્મળ વિદ્યાલય દ્વારા ગરબો, શ્રી જય બહુચરાજી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોફ ગૂંથણ જેવી કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓ પૂર્ણ થયા પછી પ્રસિધ્ધ લોકગાયિકા ઈશાની દવે દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીલાબેન મકવાણા, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીનાં અધિક કલેકટરશ્રી ડી.એન.સતાણી, સિહોર પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર તથા અન્ય પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.