અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના બ્રાહ્મણ પરિવારોને વેપાર ધંધામાં આગળ લઇ આવવા, રોજકારીની તક પ્રદાન કરવા તથા જીવનસાથી પસંદગી મેળા અર્થે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪ નું આયોજન તારીખ ૧૫-૧૬-૧૭ માર્ચ ૨૦૨૫, વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી, એસ.પી.રિંગ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.
બ્રાહ્મણ પરિવારો પોતાના વેપાર / વ્યવસાયના સ્ટોલ બુકીંગ કરાવી શકે છે, ૧૦૦૦૦ વધુ કમ્પનીએના સ્ટોલ અહીં ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત બ્રાહ્મણ યુવાઓને રોજગારી મળી રહે તે ઉદેશથી રોજગાર મેળાનું પણ આયોજન આ સમિટ માં કરવામાં આવેલ છે.
લગ્ન સંબંધી જીવનસાથી પસંગી મેળા નું પણ આયોજન આ સમિટ માં કરવામાં આવેલ છે. ગુજરાતી રંગમંચ, સાહિત્ય, અને ભારતીય ફિલ્મ જગતના બ્રાહ્મણ વ્યક્તિત્વ અનુપમ ખેર, મનોજ તિવારી, રવિ કિશન, મનોજભાઈ જોશી, ભવાની જાની, સંજય રાવલ, બંકિમ પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, પ્રફુલભાઈ દવે સહિત ખ્યાતનામ વ્યક્તિત્વ આ સમિટ માં હાજરી આપશે.
આ સમિટ માં વિશેષથી જામનગરના જુનિયર જેઠાલાલ તરીકે વિખ્યાત થયેલ રાકેશ શુક્લ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત માં સહુથી ભવ્ય સમિટ માં ભાગ લેવો એક તક સમાન બનવા પામ્યું છે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ૨૦૨૫.
ગુજરાતભરથી બ્રાહ્મણ અગ્રણીઓ, પ્રબુદ્ધ બ્રાહ્મણો આ સમિટ માં હાજરી આપશે. આ તબ્બકે જામનગર શહેર જિલ્લા (દેવભૂમિ દ્વારકા) માં રહેતા વસતા બ્રાહ્મણ પરિવારોને આ સમિટ માં પધારવા નિમંત્રણ પાઠવવા સંજયભાઈ પંડ્યા તેની ટિમ સાથે જામનગર પધારેલ. બ્રાહ્મણ અગ્રણીઓ અને બ્રાહ્મણ પત્રકારો કરો સાથે મુલાકાત કરી નિમંત્રણ પાઠવેલ.
આ કાર્યક્રમમાં જામનગર – દેવભૂમિ જિલ્લો શહેર માં કોર્ડીનેશન માટે ભાર્ગવ ઠાકર તથા રાકેશ શુક્લ (જુનિયર જેઠાલાલ) એ જવાબદારી લીધેલ છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) દ્વારા જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લા શહેર માં રહેતા સૌ બ્રહ્મબંધુઓને આ મેગા બ્રાહ્મણ બિઝનેશ સમેત માં પધારવા નિમંત્રણ પાઠવેલ છે. આ તબ્બકે રેજીસ્ટેંશન અર્થે ભાર્ગવ ઠાકર, મોં ન, 9328296960 તથા રાકેશ શુક્લ (જુનિયર જેઠાલાલ) મોં ન. 9624699991 ને (MBBS) લખી વૉર્ડ્સએપ કશો જેથી લિંક આપને શેર કરવામાં આવશે.
આ લિંક માં વિગત ભરી સબમિટ કરવાથી રજીસ્ટ્રેશન કરી લેવા અપીલ કરવામાં આવેલ છે. સમિટ માં પ્રવેશ નિઃશુલ્ક છે, વ્યસ્થા ના ભાગ રૂપે રેજીસ્ટેંશન જરૂરી હોય દરેક બ્રહ્મબંધુને મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ માં પધારવા નિમંત્રણ પાઠવામાં આવેલ છે.