આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ પાટોત્સવ અંતર્ગત સપ્તામૃત એટલે કે સાત પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
જેમાં સનાતન હિંદુ ધર્મ સર્વ સમાજની મા-બાપ વગરની 11 દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન છે.એના અંતર્ગત આજે પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ દ્વારા તમામ દીકરીઓને કલાત્મક અને હેન્ડમેડ ચણિયાચોળી પાનેતરના સ્વરૂપે અર્પણ કરવામાં આવી.
અને પૂર્ણ મહાકુંભ મેળા પ્રયાગ રાજ 2025 માં જેમની સેવાઓને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય અખાડા પરિષદે શ્રી દિલીપસિંહ પરમાર મોગલધામ ભાયલા ને “સેવા ભૂષણ” અને શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડ ને” ભક્ત ભૂષણ” અને નાગનેશ ધામ ખાલસા ના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ખસ્તા નું અને સેવાનો સરવાળો એવા સેવાભૂષણ શ્રી શાંતિલાલ શ્રી અઢીઆકરી મેલડી માં ધામ લીમડી ની છેવાડા ના લોકો ની સેવા ને ધ્યાને લેતા અને શ્રી જેમાંભાઈ ધરજિયા ધારપીપળા નું સર્વ સમાજ ના સમૂહ લગ્ન કરવાની સેવા નું અને પૂજ્ય ગોપાળદાસ બાપુ શ્રી અઘોરી મસાણી મેલડી માં ધામ ગોધવાટા નું સમૂહ લગ્ન કરવાના કાર્ય ને જોતા જાહેર સન્માન દાદા બાપુ ધામ પરિવાર તરફથી કરવામાં આવ્યું.
આગામી તૃતીય પાટોત્સવ ના આયોજનની માહિતી આપતા પ્રવીણસિંહ ગોહિલ ની યાદીમાં જણાવ્યા અનુસાર અગામી તૃત્તીય પાટોત્સવ તારીખ 11 4 2025 ના રોજ યોજાનાર છે. આ પાટોત્સવમાં 25 થી 30 હજાર ભાવિક ભક્તજનો આવશે એવા અંદાજને ધ્યાનમાં રાખી અને 42 વીઘા જેટલી વિશાળ જગ્યામાં જુદા જુદા વિભાગોમાં વ્યવસ્થા નું ડિજિટલ આયોજન કરવામાં આવેલ છે.
આ સપ્તામૃત્ કાર્યક્રમમાં નવચંડી યજ્ઞ તેમજ માં બાપ વગર ની 11 દીકરી ઓ ના સમુહ લગ્ન તેમજ રક્તદાન અને મેડિકલ કેમ્પ તેમજ સાંજે 1008 દિવડાની મહા આરતી તેમજ 111 ફૂટની ઊંચાઈ ધરાવતા ત્રિશુલ સાથેના દર્શનીય નૂતન ધર્મસ્થંભ ઉપર માં મોગલ ની 51 ફૂટ ની ધજા નું આરોહણ તેમજ ભોજનાલય અને પ્રાર્થના હોલ અને રસોઈ ઘરનું ઉદઘાટન અને રાત્રે આઈ આરાધના સ્વરૂપે ગુજરાતના ખ્યાતનામ કલાકારોનું સંતવાણી નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ તૃતીય પાટોત્સવના શુભદિને જગતગુરુ ગર્ગાચાર્ય શ્રી મહેન્દ્રાનંદ ગીરી મહારાજ તેમજ 10 જેટલા મહામંડલેશ્વરશ્રી ઓ અને જુદી જુદી દેહાંણ જગ્યાના સાધુ સંતો મહંતો થઈ અને 70 જેટલા સંતો મહંતો એને 7 જેટલા શક્તિ સ્વરૂપા પૂજ્ય આઇમાં શ્રી ઓ પધારશે તેમજ આદરણીય પદ્મશ્રીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી જેઓનું સામાજિક અને સેવાના ક્ષેત્રમાં ખૂબ મોટું પ્રદાન છે.
તેવા રાજ્ય અને રાષ્ટ્રીય લેવલના સનાતન હિન્દુ ધર્મ સર્વ સમાજના સમાજસેવકો અને આગેવાન શ્રીઓ તેમજ રાજકીય પક્ષ ના સંગઠનના મહારથીઓ તેમજ જાગૃત ધારાસભ્યશ્રીઓ તેમજ મહાનુભાવો પધારશે. અને રાત્રિના આઈ આરાધના સંતવાણી કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક શ્રી ઉમેશભાઈ બારોટ સાથે જુદા જુદા કલાકારો ભાવથી ભિંજવી અને રસતરબોળ કરશે. તેમજ રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવા અને વ્યવસ્થા કરનાર રસ ધરાવતા યુવાનોએ આ કાર્યક્રમની ડિજિટલ વ્યવસ્થા નિહાળવા અને સમજવા માટે પધારવા નિમંત્રણ છે.