અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઓઢવ રીંગ રોડ વેપારી મહામડંળ પાસેના રોડ ઉપરથી એક કાળા કલરની બેગમાંથી આશરે 29 કિલો 740 ગ્રામ ચાંદી જેની કિંમત રુપીયા ૨૯,૯૪,૬૦૩/-, બે મોબાઇલ ફોન કિ.રુ.૨૦,૦૦૦/-, ત્રણ થેલા કિ.રુ.૦૦/-, એક વજન લખેલ ચીઠ્ઠી કિ.રુ.૦૦/-, ક્રિયા સેલટોસ ગાડી કિ.રુ.૧૫,૦૦,૦૦૦/- (૬) રોકડા રુપીયા ૧૦,૧૦૦/- મળી કુલ્લે કિ.રુ.૪૫,૨૪,૭૦૩/- ની મત્તાનો મુદામાલ અમદાવાદ પીસીબીએ ઝડપી પાડ્યો છે. જેમાં (૧) ગાડીના ડ્રાઇવર : અબ્દુલ વહીદ ઉર્ફે ભુરૂ સ/ઓ નજીરખાન જાતે ખાન ઉવ ૩૬ રહે. ૦૭ વોર્ડ નંબર-૮ પીર સાહેબની ગલી ગાંધી ચોક થાંદલા તા થાંદકા જિ જામ્બુઆ મધ્યપ્રદેશ (૨) ભાવેશભાઇ ભુપેંદ્રભાઇ સોની ઉવ ૪૭ રહે ઘર નં ૯૬૯ હોળી ચકલા હલદરવાસ તા મહેમદાવાદ જિ ખેડાની ધરપકડ કરી છે.
આ ચાંદીનો જથ્થો પકડાયેલ આરોપીઓએ માણેકચોક ખાતે આવેલ પાટીદાર ઝવેલર્સના માલીક કરણભાઇ અશ્વિનભાઇ પટેલ રહે. રાણીપની પાસેથી લઈ આશીષભાઇ ગોવિંદલાલ સોની રહે.જવાહર માર્ગ રાણાપુર જી.જામ્બુવા મધ્યપ્રદેશને ત્યાં મોકલવાનો હતો. પકડાયેલ ઇસમોએ પોતાના કબ્જાની ક્રિયા સેલટોસ ગાડી નંબર જી.જે. ૨૭ ડી.એમ.૨૪૧૪ ની માં ડ્રાઇવર શીટની બાજુની શીટની નીચે એક અલગ થી ખાનુ બનાવી તેમાં બીલ કે કોઇ આધાર પુરાવા વગર (૧) એક કાળા કલરની બેગમાં ૨૯ કિલો ૭૪૦ ગ્રામ ચાંદી કિંમત રુપીયા ૨૯,૯૪,૬૦૩/- (૨) બે મોબાઇલ ફોન કિ.રુ.૨૦,૦૦૦/- (૩) ત્રણ થેલા કિ.રુ.૦૦/- (૪) એક વજન લખેલ ચીઠ્ઠી કિ.રુ.૦૦/- (૫) ક્રિયા સેલટોસ ગાડી કિ.રુ.૧૫,૦૦,૦૦૦/- (૬) રોકડા રુપીયા ૧૦,૧૦૦/- મળી કુલ્લે કિ.રુ.૪૫,૨૪,૭૦૩/- ની મત્તાનો મુદામાલ સાથે ઓઢવ રીંગ રોડ વેપારી મહામડંળ પાસે ના રોડ ઉપર થી પસાર થતા પકડાઇ ગયેલ હોય જે મુદામાલ બાબતે પકડાયેલ ઇસમ કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય તથા મળી આવેલ ચાંદીના જથ્થા નુ બીલ સાથે રાખેલ ન હોય જેથી આ જથ્થો ચોરી અથવા છળકપટ થી મેળવેલાનો પાકો શંક વહેમ હોય જે મુદામાલ પંચો રૂબરૂ પંચનામા વિગતે બી.એન.એસ.એસ.૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરી સદરીને ઇસમોને આજરોજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના કલાક-૧/૩૦ વાગે બી.એન.એસ.એસ.કલમ ૩૫ (૧) (ઇ) મુજબ અટક કરવામાં આવેલ છે.