૨૩મી માર્ચ રવિવારના રોજ ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘને ૫૦ વર્ષ પુર્ણ થતાં રાજ્યનો ૨૩ મો રંગપૂરણી હરિફાઈના વિજેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કલાકારોનો સન્માન સમારંભ યોજાયો જેમા કરમસદના ચિત્રકરા ડો.રમેશભાઈ તડવીને તેમના કલા ક્ષેત્રે આપેલ યોગદાન બદલ કલાસંઘના સ્થાપક શ્રી અરવિદ વાકાણીના હસ્તે કલાગુરૂ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ અને સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ. આ પ્રસંગે રમેશભાઈ તડવીનું આદિ ચિત્રકલાનુ પ્રદર્શન યોજાયું હતું
પ્રદર્શનનું ઉદઘાન શુકદેવ પ્રસાદ દાસજી ગોકુલધામ નાર, યોગેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી આણંદ, કમલેશભાઈ પટેલ ધારાસભ્યશ્રી પેટલાદના હસ્તે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ, રમેશભાઈ તડવીએ દર્શકોને ગુજરાના છોટાઉદેપુર- પંચમહાલ વિસ્તારની બાર હજાર વર્ષ પુરાણી પિથોરા ચિત્ર લિપિની સમજ આપી હતી.
આપ્રસંગે ગુજરાત રજ્યના નાયબ દંડકશ્રી રમણભાઈ સોલંકી, ,વિપુલભાઈ પટેલ ધારાસભ્યશ્રી સોજીત્રા, ચિત્રકાર કનુપટેલ, અશોક ખાટ, ભરતદાન ગઢવી તથ્ય ફાઉન્ડેશન, કલેન્દુ પહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આપ્રદર્શન સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષકો,વિદ્યાર્થીઓ કલાકારેા અને કલારસિકોએ નિહાળ્યુ હતુ.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ