જામનગર: મનપાની ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે પ્રચાર અર્થે રાજ્યના સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જામનગર પ્રચાર માટે હાજર રહ્યા હતા અને 2 સ્થળે સભા ને સંબોધી હતી.
મનપા ની ચૂંટણી ના પ્રચાર અર્થે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મોડી સાંજે જામનગર પહોંચ્યા હતા અને જામનગર ધન્વંતરી ગ્રાઉન્ડ અને ચાંદી બજાર ખાતે સભાને સંબોધી હતી. સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચનો કરતા વધુ કામ કરે છે તેવું સી આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસના કામોમાં પાછું વળીને જોતી નથી કોંગ્રેસના કાર્યકાળ માં રાજ્યનું બજેટ માત્ર 200 થી 300 કરોડનું હતું જ્યારે આજે ભાજપના શાસનમાં 2 લાખ 10 હજાર કરોડનું છે. જામનગરમાં 190 કરોડના ખર્ચે ફ્લાયઓવર અને આંતરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝીયમ બનાવવામાં આવશે. નલ સે જલ યોજના અંતર્ગત 2024 સુધીમાં ઘેર ઘેર પાણી પહોંચાડવામાં આવશે શહેરમાં એક દિવસ પણ પાણીકાપ નહીં રહે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર સી ફળદુ, રાજયકક્ષાના મંત્રી ધર્મેદ્રસિંહ જાડેજા ઉપરાંત પૂર્વ ધારાસભ્યો, મેયર, નગરસેવકો, જામનગર મનપામાં ઉભા રહેલ ઉમ્મદવારો સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.