જામનગર: આસામમાં રાહુલ ગાંધી દ્વારા જે બોલ બોલવામાં આવ્યા તેને લઈ જામનગર બીજેપી દારા વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આસામમાં ગુજરાત પ્રત્યે અપાયેલ નિવેદન બાબતે સમગ્ર બીજેપીમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને જોતા જામનગર બીજેપી દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા જે ગુજરાતનું અપમાન કરવામાં આવ્યું છે તેને જોતા સમગ્ર બીજપીમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જામનગર શહેરના ટાઉન હોલ ખાતે કોંગ્રેસના કાર્યાલય સામે બીજેપી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં સાંસદ પૂનમબેન માડમ, રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી આર સી ફળદુ શહેર પ્રમુખ ડો વિમલ કગથરા સહિત બીજેપી કાર્યકરો જોડાયા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેમજ કોંગ્રેસ હાય હાય ના નારા સાથે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના લોકોની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના આપાયેલ નિવેદનને બીજેપી દ્વારા વખોડી કાઢવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી દ્વારા આસામ ની રેલીમાં નિવેદન આપ્યું હતું કે આસામ ના બગીચા પર ગુજરાતીઓએ કબજો જમાવ્યો છે જે નિવેદનને લઈ ગુજરાત ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ નિવેદન મુદ્દે રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે શહેર પ્રમુખ દ્વારા સખત શબ્દોમાં વખોડતી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.