શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર થી 3 કિમી દૂર ગબ્બર માં અંબાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે.અહીં માં અંબાનું હૃદયનો ભાગ પડેલો હોઈ અહીં અખંડ જ્યોત વર્ષોથી પ્રજવલીત છે. આજે ગબ્બર ખાતે મુંબઈના માઈ ભકત ઉદયભાઈ જસાણી દ્વારા 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર ખાતે અલગ-અલગ ભક્તો દ્વારા માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. અંબાજી મંદિર સિવાય ગબ્બર ખાતે પણ ઘણા ભક્તો અન્નકૂટ ધરાવતા હોય છે.મુંબઈના ઉદયભાઇ જસાણી વાળા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ દશમ ના રોજ ગબ્બર ખાતે માતાજીને અલગ અલગ 56 પ્રકારની મીઠાઈ ધરાવવામાં આવી હતી અને ગબ્બર મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામા ભક્તોએ અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી