Latest

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત

૩.૬૯ કરોડ ના રેસ્ટ હાઉસ અને ૧૬ કરોડ ના ખર્ચે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત

વિકાસની નવી કેડી કંડારીને સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનવા તરફનું વધુ એક કદમ

સાવરકુંડલાના ગિરધરવાવ નજીક ૩.૬૯ કરોડના ખર્ચે અતિથિ ગૃહ ની નવી સુવિધા ની ભેટ

નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા,સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા અને ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.

સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ ,સી.સી રોડ ડામર રોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.

આ પ્રસંગે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઇ સુતરિયા અને સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ ખાતમુહૂર્ત કાર્યક્રમ નવા બસ સ્ટેન્ડ સામે,મહુવા રોડ ખાતે યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,

“સાવરકુંડલાનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે અને આ રેસ્ટ હાઉસ તેમજ આઇકોનિક રોડના નિર્માણથી પ્રદેશના નાગરિકો અને મુલાકાતીઓને અત્યંત સુવિધા મળશે. આ પ્રોજેક્ટ સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.”સાંસદ શ્રી ભરતભાઇ સુતરીયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવરકુંડલાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આ પ્રોજેક્ટ તે દિશામાં એક નક્કર ઉદાહરણ છે. આ વિકાસ કાર્યોથી પ્રદેશમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે

“ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના પોતાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે,”અમે વિકાસની નવી કેડીઓ કંડારવા માટે કટિબદ્ધ છીએ અને આ નવા રેસ્ટ હાઉસને કારણે રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓ-પદાધિકારીઓને સાવરકુંડલામા સુવિધા મળવાને લીધે વહીવટી પ્રક્રિયામા પણ ઘણો ફાયદો થશે

તેમજ આઇકોનિક રોડનું નિર્માણ એ દિશામાં એક મહત્વનું યોગદાન આપશે.અમે સાવરકુંડલાના નાગરિકોની સુખાકારી અને સુવિધા માટે સતત કાર્યરત રહીશું.”આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આ વિકાસ કાર્યોને આવકાર્યા હતા અને નેતાઓના પ્રયાસોને બિરદાવ્યા હતા.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાવરકુંડલાની ઓળખ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તે નિશ્ચિત છે.

આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ નાયબ દંડક શ્રી કૌશિક વેકરિયા ગુજરાત વિધાનસભા, પ્રેરક ઉપસ્થિતિ સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા અમરેલી લોકસભા,ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા,જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર,એપીએમસી ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી,નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી,તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા,શહેર ભાજપ પ્રમુખ અનિરૂદ્ધસિંહ રાઠોડ,તાલુકા ભાજપ પ્રમુખશ્રી રજનીભાઈ ડોબરીયા,જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા,જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી શરદભાઈ પંડયા,જિલ્લા અ.જા મોરચા પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલા,માલધારી સેલના કન્વીનર મયુરભાઈ રબારી,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મનુભાઈ ડાવરા ,સામાજિક અગ્રણી ડો.દિપકભાઈ શેઠ,ડો.વડેરા સાહેબ,મુકુંદભાઈ નાગ્રેચા,વિનુભાઈ રાવળ,ઘનશ્યામભાઈ જયાણી,ઘનશ્યામબાપુ રામાનુજ,કનુબાપુ ખુમાણ,ઉદ્યોગપતિ દેવચંદભાઈ કપોપરા,કરશનભાઈ ડોબરીયા,રસિકભાઈ વેકરીયા,નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત હોદેદારશ્રીઓ,સદસ્યશ્રીઓ,શહેર તેમજ તાલુકા સંગઠન હોદેદારશ્રીઓ,મહિલા આગેવાનશ્રીઓ સહિત શહેરીજનો આ રિસર્ફેસિંગ,સી.સી.રોડ ડામર રોડ,રોડ ફર્નિશીંગ,આઇકોનીક રોડ તેમજ નવા રેસ્ટહાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *