અમદાવાદ: અગ્નિ-વાયુ ભારતમાં પ્રેમનો ફેલાવો કરવા સજ્જ બન્યું છે ત્યારે આ નવા શોની જાહેરાત કરવા માટે 5 દિવસોમાં 5 શહેરોની યાત્રાનો પ્રારંભ થયો જેમાં અગ્રણી એક્ટર્સ શિવાની તોમર અને ગૌતમ વિગ દેશમાં યાત્રા કરશે, જ્યારે અમદાવાદને બીજુ સ્થાન બનાવશે.
IN10 મીડિયા નેટવર્કનું નવુ હિન્દી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ઇશારા ભારતીય ટેલિવીઝનમાં અત્યંત વિશિષ્ટ સ્ટોરીઓ લાવવા માટે સમાચારમાં છે. બે શોની જાહેરાત કર્યા બાદ ત્રીજો શો અગ્નિ-વાયુ અપૂર્ણ લવના નાયકો છે; તેમાંની એક યાત્રા મહત્ત્વાકાંક્ષી લોકોના વિશ્વમાં વિશ્વાસ અને પ્રમાણિકતાના વિવિધ શેડ્ઝ મારફતેની છે, જે તેમની પ્રત્યેક વળાંક પર પરીક્ષા કરે છે. નોંધપાત્ર સ્ટોરીના નાયક તરીકેની ભૂમિકા બજાવતા શિવાની તોમર અને ગૌતમ વિગ દેશભરમાં પોતાનો પ્રેમ ફેલાવા માટે તૈયાર છે. જેઓ આ શો બાબતે ભારતના માન્ચેસ્ટર શહેર ગણાતા અમદાવાદમાં પહોંચ્યા હતા અને જાહેર જનતા સાથે વાર્તાલાપ કર્યો હતો ઉપરાંત પ્રખ્યાત સાબરમતી નદીની પણ મુલાકાત લીધી હતી.
ગૌતમ વિગે વાયુનો અભિનય કરવામાં પોતાના અનુભવને શેર કરતા જણાવ્યું હતુ કે, “અગ્નિ વાયુ મારા માટે અત્યંત ખાસ છે, હું સંપૂર્ણપણે વાયુના પાત્રને ઓળખી શકુ છું. અગ્નિ સાથેની પ્રેમ-કથા સુંદર, ઉગ્ર, આકર્ષક છે અને દર્શકોને અંત સુધી ઝકડી રાખશે. ઇશારા પર લોકોને આ શો જોતા રોકી શકુ નહી.”
શિવાની તોમરે અગ્નિની ભૂમિકાને શેર કરતા જણાવ્યું હતુ કે, “ભૂતકાળમાં અનેક પ્રેમ-કથાઓ ઘટી હતી પરંતુ આ તેનાથી કંઇક અલગ છે. અગ્નિ અને વાયુ અલગ રહેવાનો પ્રયાસ કરે છે પરંતુ કુદરત તેનું કામ કરે છે અને એકબીજાની નજીક લાવે છે. અગ્નિ ઝનૂની, પ્રેમાળ અને નિષ્ઠાવાન છે પરંતુ તેમના સિદ્ધાંતો સામે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે તેમને પ્રેમ અને તેમની માન્યતાઓ વચ્ચે એકની પસંદગી કરવાની આવે છે. ઇશારા પર આ સ્ટોર દર્શાવતા હું ભારે રોમાંચિત છું અને મને આશા છે તેને સારો પ્રતિસાદ મળશે..”
1લી માર્ચ 2021થી શરૂ થતી ઇશારા 24X7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા ડીપીઓ (ડીટીએચ અને કેબલ નેટવર્ક્સ) પર ઉપલ્બધ બનશે ઇશારાના જાની અને હમકદમ એમ બે શોની જાહેરાતે ચર્ચાને જન્મ આપ્યો છે. અને અગ્નિ વાયુ સાથે દર્શકો સાથે તેમને જોઇતી સામગ્રી પીરસશે.