પાલીતાણા દૂષિત પાણી આમતો પવિત્ર તીર્થ નગરી પાલિતાણા નગરપાલિકા ને અ વર્ગની જાહેરાત કરવામાં આવી છે પરંતુ જેવી ઉપમા આપી છે તેવા નગરપાલિકા માં ગુણ નથી રહિયા નગરપાલિકાની પાસે ફિલ્ટર હોવા છતાં ફિલ્ટર ઉયુક્ત પાણી લોકોને નથી મળી રહ્યું જેને કારણે લોકો ના આરોગ્ય પર અસર જોવા મળી રહી છે પાણી ડોળું આવતા લોકો ને તાવ શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટી થવાના કેસ પણ સામે આવી રહિયા છે લોકોને ફિલ્ટર યુક્ત પાણી ક્યારે નગરપાલિકા આપશે તે એક મોટો પ્રશ્ન.? છે
પાલીતાણાના વૉર્ડ નં, 3 માં પીવાનું પાણી દૂષિત અને અનિયમિત આપવામાં આવતા અહીંના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ નગરપાલિકાના પેટનું પાણી નથી હાલતું અહીં સમસ્યા એવી ઊભી થઈ છે,કે લોકોને હવે ઘર વપરાશ માટે જો પાણી જોઈતું હોય તો પૂરો દિવસ ઘરે બેસીને પોતાના કામ ધંધા છોડીને પાણીના નળ સમક્ષ તાકી રહેવું પડશે કારણ કે અહીં પાણી આપવાનો કોઈ પણ સમય નક્કી નથી કારણકે અહીંના વાલમેનો પોતાને સમય હોય ત્યારે પાણી આપે છે જેના કારણે અહીં રામરાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે
પાલીતાણા નગરપાલિકામાં આવતા વોર્ડ નંબર. 3,ના મહિલાઓનું કહેવું છે કે વહેલામાં વહેલી તકે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ અહીં નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ પણ એક સમય ફિક્સ કરવામાં આવે જેના કારણે કામ ધંધો તેમજ વ્યવસાય કરતા બહેનોને પોતાની રોજી રોટી બંધ કરીને ઘરે ના બેસવું પડે
આ મોંઘવારીના દિવસોમાં જો પીવાના પાણી માટે લોકોને ઘરે બેસવું પડે તો ઘરનું ગુજરાન ચલાવવું બહુજ મુશ્કેલ બન્યું છે ટૂંક સમયમાં આ સમસ્યાનો નગરપાલિકા દ્વારા નિકાલ કરવાની આવે તો આવા ગંદા પાણીના વાસણો ભરીને નગરપાલિકા ઓફિસમાં છાંટવામાં આવશે તેવી ચીમકી આ વિસ્તારના મહિલાઓ દ્વારા ઉચ્ચાર કરવામાં આવી છે
રિપોર્ટર, વિજય જાદવ પાલીતાણા