પાટણ : એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લાનાં હારીજ ખાતે 13 એપ્રિલનાં રોજ શ્રી ફાંટાવાળા જોગણી માતાજીના સાનિધ્યમાં જોગમાયા મિત્ર મંડળ દ્વારા તથા દાતાઓના સહયોગ થકી આયોજિત હારીજ જાસ્કા હાઇવે તળાવ કિનારે બિરાજમાન ફાંટાવાળી જોગણીમાતાજી ના સાનિધ્યમાં ચૈત્ર વદ એકમના રોજ નવચંડી યજ્ઞ યોજાયો હતો.
નવ યજમાનોએ નવચંડી યજ્ઞમાં આહુતિ આપી હતી સમસ્ત હારીજ નગરજનો તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએમાતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સમસ્ત આયોજન જોગમાયા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું મુખ્ય ભોજન દાતા તરીકે સ્વ ચમનભાઈ લાલજીભાઈ પટેલ, હસ્તે કમલેશભાઈ પટેલ પરિવાર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.