અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ માં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવી. આ પ્રસંગે, મંડળ રેલ પ્રબંધક કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં, મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ બાબા સાહેબની છબી ને માળા અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કર્યું.
મંડળ રેલ પ્રબંધક શર્માએ જણાવ્યું કે સંવિધાન માં સમાનતા ન્યાય અને બંધુત્વ ની ભાવના નો જે ભાવ બાબા સાહેબે આપ્યો છે તેનું પરિણામ છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી ના રૂપમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. બાબા સાહેબે કહ્યું હતું કે આપણે શરૂઆતથી અંત સુધી ભારતીય છીએ, જો આપણે આ ભાવનાને આપણા જીવનનો ભાગ બનાવીને કામ કરીશું, તો આપણને ચોક્કસ સફળતા મળશે.
આ પ્રસંગે, અપર મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ સહિત વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓએ પણ એક પછી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બાબા સાહેબના જીવન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.