Ahmedabad

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8 થી રાત્રિના 8:14 કલાક સુધી કાર્યરત છે.

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તા.19 એપ્રિલના રોજ સવારે 8 થી બપોરે 12:30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી) નું નિરીક્ષણ કરશે. જેથી મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય સુધી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.

તા.19 એપ્રિલના રોજ પહેલી ટ્રેનનો પ્રસ્થાન સમય સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમનો 12:58 કલાકે રહેશે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 નો સમય 13:12 કલાકનો રહેશે.

અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMC થી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *