અંબાજી ખાતે તાલુકા નું સૌથી મોટું સરકારી જનરલ હોસ્પિટલ આવેલું છે.આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે ખૂબ જ સારી અને સુંદર સારવાર કરવામાં આવે છે.
તા 22/04/25 ના રોજ દર્દી નામે જીરલીબેન કમાલાભાઈ ચૌહાણ ઉમર 35વર્ષ રહેવાસી ડેરી ગામ આબુરોડ રાજસ્થાન ને જેની ચોથી ડિલિવરી હતી અને આગળ રાધનપુર ખાતે સિઝેરિયન કરાવ્યું હતું.જેમાં દર્દી કહેલ આગળ અમારે 70000 રૂપિયાનો ખર્ચો થયો હતો તેને અચાનક ડિલિવરી નો દુખાવો ઉપડતા તે હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
તેમની તપાસ કરતા તેમનું BP 220/120 હતું અને બાળકના ધબકારા સાંભળતા ન હતા તેને આગળ પાલનપુર જવાની સલાહ આપી હતી પણ અમારે અહીં ઓપરેશન કરાવું છે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી તેથી તેમના જરૂરી સોનોગ્રાફી અને રિપોર્ટ કરાવી તેમને જરૂરી સારવાર આપી તેમનું સાંજે 5 વાગે સિઝેરિયન ઓપરેશન કરવામાં આવેલ અને આગળ બે બાબા હોવાના કારણે તેમનું કુટુંબ નિયોજન નું ઓપરેશન તેમની સંમતિથી કરવામાં આવેલ તેમજ એક બોટલ લોહી હોસ્પિટલ ના બ્લડ સ્ટોરેજ સેન્ટર ખાતેથી ચઢાવવામાં આવેલ.
આ માટે હોસ્પિટલ ના અધિક્ષક ડો યજુવેન્દ્ર મકવાણા, ડો પ્રિયંકા, ડો જીતેશ બારોટ,ઉમેશ બ્ર્ધર, ચંદ્રિકા સિસ્ટર, સોનલ મકવાણા સિસ્ટર,કપિલ તેમજ અન્ય સ્ટાફ ની કામગીરી ને કારણે દર્દીને આ હોસ્પિટલ ખાતે સારવાર કરી શક્યા હતા..દર્દી એ અને તેના સગાઓ એ હોસ્પિટલ ની કામગીરી વખાણી હતી અને હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફ નો આભાર માન્યો હતો.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી