Latest

સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ ચૌધરીએ UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી છે.348મો રેન્ક મેળવીને ઈતિહાસ રચ્યો છે.

ત્યારે આ સફળતા સાથે તેઓ ભારત દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે.જેને લઈને ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં યુવાનની વાજતે ગાજતે અને સામૈયા સાથે ડીજેના તાલે વધાવી શુભકામનાઑ પાઠવી હતી.

વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રિસોર્સની ઘણી કમી હતી. ત્યારે આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લાંબી બની તેમ જણાવ્યું હતુ.હમીરપુરા ગામ ખાતે વિપુલભાઇ ની આગવી ઓળખ ઉભી થતાં ગામલોકો સહીત સમાજના લોકોએ ગૌરવ અનુભવી રહ્યા છે.

2015માં શાળામાં એક શિક્ષક દ્વારા IAS અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ વિપુલને આ ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી હતી. ત્યારે 2021માં કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC માટેની તૈયારી શરૂ કરી હતી. જેમાં લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલે સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે.અને આજે સમસ્ત સમાજ સહીત ગામનું અને પરિવાર નું નામ રોશન કર્યું છે.

ત્યારે વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા કંઈક ને કંઈક અલગ હોય છે. તેમણે વિસ્તારના યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું-વહેલું સફળતા જરૂર મળે છે. તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેવું જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *