દિલ્હી, સંજીવ રાજપૂત: દેશ ની રાજધાની દિલ્હી ખાતે રાજયસભા પ્રશિક્ષણ કાર્યક્રમ સંસદભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામા યોજાયો હતો. જે કાર્યક્રમ ૨૫ દિવસીય નો સત્ર હતો.આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં સમગ્ર દેશભર માંથી ગુજરાત સહિતના કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીઘો હતો .જેમા ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના કાર્યકર્તા મોહિત ટીલવાણી એ ભાગ લીઘો હતો.
જેમા મોહિત ટીલવાણીએ આ રાજ્યસભા પ્રશિક્ષણ કાર્યક્રમના સમગ્ર સત્રના 25 દિવસના અનુભવ જણાવતા જણાવ્યું હતું કે દેશની સંસદ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં દેશના યુવા વર્ગને દેશની લોકતાંત્રિક કાર્યવાહી સંસદની કાર્યપ્રણાલી અને નીતિ નિર્માણની વિસ્તૃત માર્ગદર્શન મળ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજયસભા અને લોકસભા મા કાયદા બાબતે જાણકારી મળી હતી.
સંસદમા કેવી રીતે કાર્યવાહી થાય છે જેમ કે સંસદમા કેવી રીતે બીલ રજૂ કરવામાં આવે છે અને તે બિલ ના મુદે કઈ રીતે સંંસદમા કાર્યવાહી થાય છે. બિલ કયા સેકશનમાથી પસાર થઇ રાજયસભામા જાય તે અંગે વિસ્તૃત માહિતી મળી હતી. આ કાર્યક્રમમાં જુદા જુદા સાંસદોનું પણ માર્ગદર્શન મળ્યુ હતું. આ સત્ર માથી અમને ઘણું શિખવા મળ્યુ છે જેની જાણકારી અમે વધુ લોકોને જણાવી માહિતગાર કરીશું.
સત્રના અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના કાર્યકર્તા મોહિતભાઈ ટીલવાણી ને દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયા પછી ઉપરાષ્ટ્રપતિ સાથે ભાગ લેનાર યુવાનોને ભોજન કરવાની તક મળી હતી
મોહિતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રશિક્ષણ વર્ગમાંજેમાં સાંસદની કાર્યપદ્ધતિ અને લોકતંત્રની જીણવટ ભરી પ્રક્રિયાને જાણવા અને સમજવાની તક અને દેશના જુદા જુદા રાજ્યોના સાંસદો દ્વારા જે માર્ગદર્શન મળ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 2047 વિકસિત ભારતના પાયાને જમીનની સ્તરે સુધી મજબૂત કરવા કામ લાગશે.