પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે ગત રાત્રીના રોજ હારીજ તાલુકાના જાસ્કા ગામના વતની અંબારામ ભાઈ ઠાકોર જેઓ જન્મજાત દિવ્યાંગ હોવા છતાં ક્રિકેટ ક્ષત્રે ખુબજ નામના ધરાવતા હોઇ અને મન મક્કમ હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરી બતાવી છૅ.
ક્રિકેટની રમતમાં બોલર તથા બેસ્ટમેન બન્ને ભૂમિકામાં સારું પ્રદર્શન તરીકે જાણીતા અંબારામ ઠાકોર દેવધાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શંખેશ્વર વિથ જાસ્કા ઇલેવન ટીમની મેચમાં ભાગ લઈ કેપ્ટનની મહત્વની ભૂમિકા ભજવી ખુબજ સારું પર્ફોમસ આપી પોતાની ટીમને વિજેતા બનાવી હતી .જેને લઈ દેવધાર ટુર્નામેન્ટના સ્પોન્સર મહેશભાઈ ચૌધરી, શૌર્ય ચૌધરી હારીજ વતી ઘડિયાળ પ્રોત્સાહન ઇનામ તરીકે આપી રમતને બિરદાવી હતી.