Latest

જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ હેઠળ, હોમગાર્ડઝ સભ્યોને અસલ (ASL), સિનિયર લીડિંગ હોમગાર્ડ (SL), અને પાઇલટ સાર્જન્ટ (PS) ની રેન્ક પર બઢતી આપવા માટે નવાનગર હાઈસ્કૂલ ખાતે રેન્ક ટેસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ ટેસ્ટમાં હોમગાર્ડઝના સભ્યોની લેખિત અને શારીરિક કસોટી લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની કમિટી, જેમાં કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયા (ચેરમેન), હેડ ક્લાર્ક મહેન્દ્રસિંહ કાંસેલા (સભ્ય સચિવ), વડી કચેરીના પ્રતિનિધિ ડી.કે.ચાવડા (સભ્ય), એસ.ઓ. મહિલા શ્રીમતી પ્રેક્ષાબેન ભટ્ટ (સભ્ય), એસ.ઓ.સ્પોર્ટ્સ શ્રી દિલીપભાઈ ડાંગર (સભ્ય), અને શ્રીમતી રિદ્ધિબેન મહેતા (સિનિયર ક્લાર્ક)નો સમાવેશ થાય છે.

જેઓ દ્વારા આ પરીક્ષાનું સંચાલન કરાયું હતું.આ ઉપરાંત, જયેશ રાણા, શ્રી વિજયસિંહ વાળા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, કૈલાશ જેઠવા, શ્રી હિમાંશુ પુરોહિત, શ્રી રાજુ ઓઝા, રામભાઈ મેવાડા, શ્રી જે કે પરમાર, શ્રી ચિરાગ મકવાણા, જીગ્નેશ ચૌહાણ, અને સુહીત મહેતાએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી હતી.

આ પ્રસંગે, કમિટીના ચેરમેન અને કમાન્ડન્ટ શ્રી ગીરીશ સરવૈયાએ નવાનગર સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને સમગ્ર રેન્ક ટેસ્ટ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ તે માટે જિલ્લાના તમામ અધિકારીઓ, હોમગાર્ડઝ સભ્યો, વડી કચેરીના પ્રતિનિધિ અને વહીવટી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *