શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન અલગ અલગ સમયે દર્શન સમયમાં ફેરફાર થતો હોય છે. ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દિવસમાં 3 વખત માતાજીના શણગાર કરવામાં આવે છે.
અને દિવસમાં 3 વખત આરતી કરવામાં આવે છે. અંબાજી મંદિરના ગર્ભગૃહમાં આ બે મહિનાના સમયગાળામાં માતાજી ને ચાંદી સાથે કપડાનો પંખો પણ લગાડવામાં આવે છે. જેનાથી માતાજીને ગરમી ન લાગે. આ 2 મહિનાના સમયગાળામાં અંબાજી મંદિરમાં છપ્પનભોગ કે અન્નકૂટ થતા નથી. બપોરની આરતી માં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે.
અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર થાય છે. અને અંબાજી મંદિરમાં બપોરની આરતી શરૂ થાય છે. ગ્રીષ્મ ઋતુમાં માતાજીના મંદિરમાં દિવસમાં 3 વખત શણગાર કરવામાં આવે છે.
અને ચાચર ચોકમાં નૃત્ય મંડપ નીચે અરીસા વડે સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીના વીશા યંત્ર ઉપર પાડીને બપોરની આરતી શરૂ થાય છે.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરાય છે.બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે.
આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. ગ્રીષ્મ ઋતુ હોવાના કારણે માતાજીના મંદિરમાં ચાંદીનો પંખો ચાલુ કરવામાં આવતો હોય છે જેનો ભક્તો પણ આ ચાંદીનો પંખો હાથ થી હલાવીને ચાલુ રાખે છે અને તેનો લાભ લે છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી