Latest

જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો છે. જામનગરના ગુલાબ નગર ડમ્પયાર્ડ પાસે દરોડો પાડતા ચોખા, ઘઉં, બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

જામનગર કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલા અનાજમાં ૨૬,૨૫૦ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂ.૧૦,૨૩,૭૫૦, ૧૩,૯૯૦ કિલોગ્રામ ઘઉં જેની બજાર કિંમત રૂ. ૩,૭૭,૭૩૦, ૩૯૦ કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂ.૧૦,૫૩૦ અને ૩૦૦ કિલોગ્રામ ચણા બજાર કિંમત રૂ.૧૬,૫૦૦નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થળ પરથી ૪ રીક્ષા, ૧ મોટરસાઇકલ અને ૫ વજનકાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આમ, તંત્ર દ્વારા કુલ રૂ.૧૬,૫૧,૫૧૦/- નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે.તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી એસ. ડી. બારડ જામનગર દ્વારા જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *