પોષી પૂનમ નિમિત્તે અંબાજી મંદિર ખાતે યજ્ઞમાં નિશુલ્ક સેવા બદલ દેવસ્થાન ટ્રસ્ટે સન્માનિત કર્યા
શક્તિ,ભક્તિ અને યજ્ઞના ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવેતો અંબાજી શક્તિપીઠ ખાતે પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષ સુદ પૂનમના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે અંબાજી મંદિર ચાચર ચોકમાં ખૂબ મોટા પ્રમાણમાં યજ્ઞ હવનનું આયોજન થાય છે.
અંબાજી મંદિર ચાચર ચોકમાં આવેલી હવનશાળામા યાગ્નિક વિપ્રમંડળના બ્રાહ્મણો દ્વારા હોમ હવન અને પૂજા કરાવવામાં આવે છે, ત્યારે પોષી પૂનમના પવિત્ર તહેવારે યાજ્ઞિક મંડળના તમામ બ્રાહ્મણો દ્વારા યજ્ઞમાં ઉમદા અને પવિત્ર નિશુલ્ક સેવા કરી હતી.
આ પવિત્ર કાર્યને બિરદાવતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. આજરોજ અંબાજી મંદિરની વહીવટદાર કચેરીમાં વહીવટદાર કૌશિક મોદીની હાજરીમાં તમામ યાજ્ઞિક મિત્ર મંડળના બ્રાહ્મણોનું સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી