દેવાધિદેવ મહાદેવ તેમજ કાળભૈરવ દાદા ના દર્શન કરી પાયલ સિહોરા જ્યારે પરત ફરિયા ત્યારે અમારા સંવાદદાતા સાથે તેઓ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી જેમાં પાયલ સિહોરા દ્વારા પોતાના આ ધાર્મિક પ્રવાસ વિશે તેમજ દેવાથી દેવ મહાદેવને લઈ પોતાની ભક્તિ વિશે કેટલીક વાતો જણાવેલ…
પાયલ સિહોરા દ્વારા પ્રથમ તો એ જણાવેલ કે તેઓ જ્યારે ઉજ્જૈન દર્શન માટે ગયા એ સમય દરમિયાન ઉજ્જૈન મંદિર ના દરવાજા બંધ હતા જેથી કરી પાયલ દ્વારા આ અંગે જાણકારી મેળવી ત્યારે જાણવા મળ્યું કે આ દિવસ દરમિયાન કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે અને 26 જેટલા લોકોના મૃત્યુ થયા છે જેને લઇ મંદિર પ્રશાસન દ્વારા મંદિરના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.
આ વાતની જાણ પાયલ શિહોરા ને થતા તેઓએ મનોમન નક્કી કરી લીધું હતું કે મહાદેવના દર્શન કર્યા વગર તેમજ આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકો ના આત્મા ને શાંતિ અર્થે પ્રરથના કર્યા વગર અહીંયા થી ઘેર જવુજ નથી. ..