પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટના ગુનાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.
છેલ્લા દસેક દિવસ દરમ્યાન ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ., પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર જિલ્લાના નીચે જણાવેલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુન્હાઓના આરોપીઓને ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સારૂ સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
1. ગોવિંદભાઈ દિપાભાઈ સોલંકી. ઉ.વ.૩૨ રહે. તિલકનગર દેવી પુજકવાસ.ભાવનગર
2. ભરતભાઈ ઉદેસંગભાઈ મોરી ઉ.વ.૪૮ રહે. પ્લોટ નં.૧૦૯, અમર સોસાયટી, કુંભારવાડા ભાવનગર
3. રામ ઉર્ફે ટીટી કાળુભાઈ મોણપરા ઉ.વ.૨૩ રહે. અધેવાડા, ઝાંઝરીયા હનુમાન રોડ, મફતનગર, ભાવનગર
4. બળદેવભાઈ પ્રેમજીભાઈ ટાકોલિયા ઉ.વ.૫૦ રહે. અર્બન જૂના બે માળિયા, બ્લોક નં.૮, રૂમ નં.૧૧૬૨, ભરતનગર, ભાવનગર
5. અમીત ભુપતભાઈ સિધ્ધપુરા ઉ.વ.૨૫ રહે.ઘોઘા રોડ, કૃષ્ણનગર પ્લોટ નંબર ૧૨૩૮ ભાવનગર
6. ધીરુભાઈ રાયસિંગભાઈ પશ્ચિમિયા ઉ.વ.૫૦, રહે.હાલ. પાનવાડી રિક્ષા સ્ટેન્ડ, ભાવનગર મુળ. આંબલીગામ ધોલેરા, જી.અમદાવાદ રૂરલ
7. આરીફ ઉર્ફે શાહરૂખ ઈકબાલભાઈ મકવાણા ઉ.વ.૩૧ રહે.શકિતનગર, મેલડીમાનો ચોક, પાલીતાણા
8. અલ્તાફભાઈ રસીદભાઈ કુરેશી ઉ.વ.૩૫ રહે.વડવા બાપેસરા કુવા, મીરા બેકરીની બાજુમાં, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. રીયલમી કંપનીનો સી ૫૩ મોડલનો કાળા કલરનો મો.ફોન કિ.રૂ.૧૦૦૦૦/-
2. વિવો કંપનીનો વી 27 બ્લુ કલરનો મો.ફોન કિ.રૂ.૧૧૦૦૦/-
3. સેમસંગ કંપનીનો S23 ULTRA કિ.રૂ.૬૦,૦૦૦/-
4. રીયલમી કંપનીનો નાર્ઝો મો.ફોન કિ.રૂ.૧૫૫૦૦/-
5. વિવો કંપનીનો વાય ૭૩ કાળા કલરનો મો.ફોન કિ.રૂ.૯૫૦૦/-
6. ઓપ્પો કંપનીનો રેનો ૮ ૫જી મોડલનો કાળા કલરનો મો.ફોન કિ.રૂ.૧૫૦૦૦/-
7. વિવો કંપનીનો વાય ૨૮ ૫જી પર્પલ કલરનો મો.ફોન કિ.રૂ.૯૦૦૦/-
8. વિવો કંપનીનો વાય ૨૮ ૫જી પર્પલ કલરનો મો.ફોન કિ.રૂ.૭,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૧,૩૭,૦૦૦/-નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુનાઓ :-
1. ઘોઘારોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૩૪૦/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૬૬૭/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
3. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૪૯૧/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
4. ઘોઘારોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૪૨/૨૦૨૫ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
5. ઘોઘારોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૨૦૨૪/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
6. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૨૬/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
7. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૨૫/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
8. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૬૯૦/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિલભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ ગોહીલ, વિઠ્ઠલભાઈ બારૈયા, રાજેંદ્રસિંહ સરવૈયા, કેવલભાઈ સાંગા, માનદિપસિંહ ગોહીલ, સંજયભાઈ ચુડાસમા, જયદિપસિંહ ગોહીલ, મહેંદ્રભાઈ ચૌહાણ, ફાલ્ગુનસિંહ ગોહીલ, જયદાનભાઈ લાંગાવદરા, વનરાજભાઈ ખુમાણ, પ્રજ્ઞેશભાઈ પંડયા