પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી /માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ મોડી રાત્રીના ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, એક લીલા-પીળા કલરની બજાજ કંપનીની રીઅર રીક્ષા રજી નં.GJ-01-TH-6768 માં રોનીશ ઉર્ફે જીંગો નિતેશભાઈ પરમાર રહે આડોડીયાવાસ,ભાવનગર વાળો બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈ ડાયમંડ ચોક, સદભાવના હોસ્પીટલવાળી ગલી માં થઈ આડોડીયાવાસમાં જનાર છે. જે બાતમી આધારે વોચમાં રહેતા નીચે મુજબના ભારતીય બનાવટ બિયરના કંપની સીલપેક ટીન સાથે નીચે જણાવેલ ઈસમ હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રેડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ રોનીશ ઉર્ફે જીંગો નિતેશભાઈ પરમાર/ આડોડીયા ઉ.વ.૨૩ રહે. આડોડીયાવાસ, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૨૫,૯૨૦/-
2. લીલા-પીળા કલરની બજાજ કંપનીની રીઅર રીક્ષા રજી.નં.GJ-01-TH-6768 કિં.રૂ.૧,૦૦,૦૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહીલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા