ભાવનગર શહેર અને જિલ્લાનું એક અનેરું નઝરાણું અને આધ્યાત્મિક શાંતિનું સ્થાન કહી શકાય તેવાં અને વિશ્વ વંદનીય સંત પૂજ્ય પ્રમુખસ્વામિ મહારાજની ભાવનગરને અનેરી ભેટ સમાન બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડીનો 19મો પાટોત્સવ ખુબ જ ધામધૂમ પૂર્વક અને વિશિષ્ટ આયોજન સાથે ઉજવવા જઈ રહ્યો છે.
તારીખ 13 થી 17 મે 2025 સુઘી સંસ્થાનાં વિદ્વાન અને ભાવનગરનાં વરિષ્ઠ સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિતમ સપ્તાહનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દિવ્ય જીવન ચરિત્રનું રસપાન થશે.રોજ રાત્રે 8:30 થી 11 વાગ્યાં સુધી ચાલનારા આ પારાયણમાં રોજ વિશિષ્ટ કાર્યક્રમોની વણઝાર હશે અને ભાવિક ભક્તોને ભક્તિકથામાં લીન કરી દેશે.
તારીખ 18 મે નાં રોજ સારંગપુર સંગીત શાળાના સંગીતજ્ઞ સંતો દ્વારા સુંદર કીર્તન ભક્તિનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19 મેનાં રોજ 19 માં પાટોત્સવનું મુખ્ય પૂજન વિધિ અને મહાપુજા,સવારે સાત વાગ્યે, ત્યારબાદ મહાપુજા અને પોણા નવ વાગ્યાંથી ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવશે અને તેનો લાભ પણ ભાવિક ભક્તોને પ્રાપ્ત થશે.પાટોત્સવ નિમિતેનાં આ વિશિષ્ટ અને સુંદર આયોજનમાં ભાવિકોને પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવે છે.