અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ચાચર ચોક ખાતે ટેમ્પલના એસ્ટેટ ઓફિસર તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વર્ષ 2010મા સ્થાપના થયેલી 300 જેટલા આજીવન જોડાયેલા સભ્યો થી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ના અધ્યક્ષ જિલ્લા કલેકટર તેમજ ઉપપ્રમુખ જિલ્લા પોલિસવડા, તેમજ લોકપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતીલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા પ્રાણીઓ ઉપર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પંખીઓ માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે,
જેમાં ઉતરાયણના મહાપર્વ નિમિતે પતંગના દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે જિલ્લામાં તાલુકાવાહી ઠેરઠેર સારવાર કેમ્પ ખુલ્લા મુકવામાં આવે છે.બિનવરસી બિમાર પશુઓ માટે એમ્બયુલન્સ સેવા કંટ્રોલ રૂમ જિલ્લા સેવા સદન -2 ખાતેથી કાર્યરત છે ત્યારે સંસ્થાના માધ્યમથી જિલ્લામાં તમામ તાલુકા મથકે 20મી માર્ચના દિવસે પાલનપુર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાનેથી વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગ રૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા- બર્ડ ફિડર – ચકલી માળાનો વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવે છે,
ત્યારબાદ જિલ્લાના દરેક તાલુકાવાહી મુજબ પ્રાંત અધિકારી તેમજ મામલતદારના અધ્યક્ષતામાં સંસ્થા સાથે જોડાયેલા મેમ્બરોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.
ત્યારે આજે 14 મે ના રોજ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાચર ચોક ખાતે એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેશભાઈ ડી પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં SPCA સંસ્થાના ઉપપ્રમુખ જયંતીલાલ દોશી, ચીનુંભાઈ શાહ, હરેશભાઇ ભાટીયા, ડિરેકટર ભુરપુરી ગોસ્વામી, હાજાજી રાજપૂત, વિપુલભાઈ ઠાકોર તેમજ દર્શનાર્થીઓ સહિત દેવસ્થાન ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અંબાજી મંદિર ચાચર ચોક ખાતે જીવદયા માટેનો પક્ષીઓ માટે સારો એવો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ કોઈએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યા હતો ત્યારે
:- એસ્ટેટ ઓફિસરે શું કહ્યું :-
અંબાજી મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલે જણાવ્યું હતું કે ગબ્બર ખાતે ફોરેસ્ટ અધિકારીઓ તેમજ અન્ય લોકો સાથે મળી પક્ષીઓ માટેના પાણીના કુંડા તેમજ ચકલી ઘર લગાવવામાં આવશે,
જેથી ત્યાં વૃક્ષ હોવાથી પંખીઓ વધુ જોવા મળે છે જેથી પક્ષીઓને ગરમીના પ્રકોપ સામે પીવાનું પાણી તેમજ બર્ડ ફીડર માં ચણ માટેના દાણા મળી રહે જેથી પક્ષી બચાવી શકીયે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી