જામનગર, સંજીવ રાજપૂત: પહેલગામ ના આતંકવાદી હુમલામાં જે ૨૬ પરિવારોએ પોતાના પુરુષ સભ્યો ગુમાવ્યા, અને ત્યારબાદ ભારતીય સેના (આર્મી, નેવી તથા એરફોર્સ) દ્વારા આતંકવાદી ના રહેઠાણ ને નસ્ત કરવામાં આવેલ.
ભારત દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવેલ કે ભારત આતંકવાદને સહન નહીં જ કરે. ભારતીય સેના (આર્મી, નેવી એરફોર્સ) દ્વારા જે જવાબી કાર્યવાહી કરવામાં આવી તેમાં આતંકવાદીઓ નi ટ્રેનિંગ કેમ્પ, રહેવાની જગ્યાઓ નસ્ત થઈ. સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, આ તબક્કે જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ૮ કિલોમીટર જેટલી લાંબી ત્રિરંગા યાત્રા યોજાયેલ.
ભારતીય સેના (આર્મી, નેવી એરફોર્સ) દ્વારા ઓપરેશન સિંદૂર ને સફળતા મળી, દાયકાઓથી ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન ને કડક સંદેશ આપવામાં આવ્યો છે, ત્યારે ભારતની જનતા સેના ની સાથે છે તેવા સંદેશ સાથે જામનગર માં ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરી સેનાની કામગીરી, ઓપરેશન સિંદૂર ની સફળતા ને બિરદાવી સંદેશ પાઠવેલ કે દેશની જનતા સેના ની સાથે છે.
આ ત્રિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસૂરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, દંડક કેતન નાખવા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમ કકનાણી, ડિસ્ટિક કો ઓપરેટિવ બેંક ના ચેરમેન જીતુભાઈ લાલ, ગોવા શિપ યાર્ડ ના ડાયરેક્ટર હસમુખ હિંડોચા, સહિત પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, કોર્પોરેટરઓ, માજી સૈનિકો, જિલ્લા હોમગાર્ડ ઉપરાત વિશાળ સંખ્યામાં વિવિધ સામાજિક સંસ્થા દ્વારા આયોજિત આ ત્રિરંગા યાત્રા માં વિવિધ સંસ્થાઓના હોદેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.